Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Neha Desai

Inspirational

3  

Neha Desai

Inspirational

શું કામની ?

શું કામની ?

1 min
228


વાત છે 

વિષાણુંનાં તાંડવની !

ત્યાં ચર્ચા કરવી આપણી માનવતાની,

શું કામની ?


સૂનાં છે શહેરો

‘ને ખાલી ગામનાં પાદર !

ત્યાં નિંદા કરવી ખોટાં આંકડાઓની,

શું કામની ?


સંભળાય છે વૃક્ષોનાં નિસાસા 

સિમેન્ટનાં જંગલોમાં !

ત્યાં બૂમો પાડવી પર્યાવરણ બચાવવાની,

શું કામની ?


ભગવાન કાર્યરત છે 

ડોક્ટરોનાં સ્વરૂપમાં !

ત્યાં ચર્ચા કરવી ઈશ્વરનાં અસ્તિત્વની,

શું કામની ?


જિંદગી રોજ મોત સાથે ભીડતી બાથ

'ચાહત'થી જીવવું પળ બે પળ સાથ !

ત્યાં રોજ વાતો કરવી મરવાની,

શું કામની ?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational