શું એવું ના થઈ શકે ?
શું એવું ના થઈ શકે ?
મારા મૌનને પણ તું સમજી જાય
મારો ચહેરો પણ તું વાચી જાય
મારી પીડાઓને પામી જાય
શું એવું ના થઈ શકે ?
ખુશીઓ તને મળે અને સ્મિત મારું હોય
તારા હૈયે ઉભરતી પ્રીત મારી હોય
તારા હોઠે ગીત મારું હોય
શું એવું ના થઈ શકે ?
વરસે વાદળીને ધરતી હરખાય
આ આકાશના પ્રેમે ધરતી ભીંજાઈ
તારા હૈયે કૂંપળ ફૂટે મારા પ્રેમની
શું એવું ના થઈ શકે ?
તલાશ તું કરે ખુશીની
તારામાં હું ભળી જાઉ
મારામાં ખુશી તારી મળી જાય
શું એવું ના થઈ શકે ?
મારા શબ્દોને તારા હદયમાં સ્વીકાર મળી જાય
તો મારા જીવનને નવો આકાર મળી જાય
જો તારા હૈયે મને મીઠો આવકાર મળી જાય
શું એવું ના બની શકે ?

