STORYMIRROR

Dr.Riddhi Mehta

Inspirational

3  

Dr.Riddhi Mehta

Inspirational

શુભારંભ દિલનો

શુભારંભ દિલનો

1 min
249


ના કોઈ નાતજાત કે ભેદભરમ,

મંત્રો કે ધર્મની શુભ હોય શરૂઆત,

શ્રી શબ્દથી થાય શુભ શરૂઆત,

જેનો શુભારંભ હોય અતિ સુંદર,

અંતની તો વાત ન પૂછો કોઈ,

એવી આ જગની ન્યારી સગાઈ !


ના જુએ રાત કે ના જુએ દિન,

સ્વાર્થ અને પ્રપંચનાં ફાલ્યા છે મેદાન,

શ્રી પ્રભુનાં ગુણલા એવાં અપાર,

જેનાં વચનને માનો જો સિરપર,

ન રહે દર્દ કે દુઃખની વાત કોઈ,

એવી આ જગની ન્યારી સગાઈ !


દિલની વાત સૌને હૈયૈ હોય,

પોતાનાંને કરાય સાચી દિલની વાત,

માનવીને હોય કોડ આજે અપાર,

જેના પગલે જીવું જીવન ઉધાર,

કાર્યોમાં મળે હરિનો સાથ કોઈ,

એવી આ જગની ન્યારી સગાઈ !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational