શત શત પ્રણામ
શત શત પ્રણામ


જન્મ આપીને ઉછેરી મોટા કર્યા,
એવી મારી મા જનેતા તને શત શત પ્રણામ.
પોતે પી વિષ અમી અમને ધર્યા,
એવી મારી મા જનેતા તને શત શત પ્રણામ.
પરાકાષ્ઠા પ્રેમની એ છે જનેતા,
ઉરે મબલખ અમરત ભર્યા;
જેના ઋણ ચૂકવવા નાના પડ્યાં,
એવી મારી મા જનેતા તને શત શત પ્રણામ.
થાય પ્રતીતિ સ્વર્ગની પગ તળે,
ગુણ ગેરહાજરીમાં સાંભર્યા;
પુનઃ ન સંસારે કોઈ એવાં મળ્યાં,
એવી મારી મા જનેતા તને શત શત પ્રણામ.
ઈશ પણ ના આંબી શકે ઉંચાઈ,
હરિ પણ અંકને સદા ઝંખ્યાં;
માનવ રૂપે જ્યાં પરમેશ સાંપડ્યા,
એવી મારી મા જનેતા ને શત શત પ્રણામ.
એવી મારી મા જનેતા તને શત શત પ્રણામ.