Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jayshree boricha vaja

Romance Classics

4.1  

Jayshree boricha vaja

Romance Classics

શોધ એક નશો

શોધ એક નશો

1 min
255


શોધવાનો પણ એક નશો છે,

ઘરનાં એ એક ખૂણામાં લપાયેલું

ને બહાર આવી ઉછળકૂદ કરવાં મથતું

એ અનાડી બાળપણને ફરી માણવાનો 

એક અલગ જ નશો છે

એક વાર શોધી તો જુઓ..!


શોધવાનો પણ એક નશો છે,

યાદોનાં એ એક આલ્બમમાં છૂપાયેલી 

ને બહાર આવી તરંગોમાં લહેરાતી 

એ નાજૂક પળોને ફરી જીવી લેવાનો

એક અલગ જ નશો છે

એક વાર શોધી તો જુઓ..!


શોધવાનો પણ એક નશો છે,

ડાયરીમાં એ એક પાનાંમાં છવાયેલી 

ને બહાર આવી કલમની સરિતામાં વહેતી 

એ નટખટ યુવાનીને ફરી સજાવવાનો

એક અલગ જ નશો છે

એક વાર શોધી તો જુઓ..!


શોધવાનો પણ એક નશો છે

હથેળીમાં એ એક રેખામાં ખોવાયેલી

ને બહાર આવી કિસ્મતની દિશા બદલતી

એ હોશિયાર લકીરને ફરી દોડાવવાનો

એક અલગ જ નશો છે

એક વાર શોધી તો જુઓ..!


શોધવાનો પણ એક નશો છે,

એકલતાનાં એ એક અંધકારમાં વલખતો

ને બહાર આવી કદમ મિલાવી જતો

એ પાગલ પડછાયો સ્વયંમાં સમાવવાનો

એક અલગ જ નશો છે

એક વાર શોધી તો જુઓ..!


શોધવાનો પણ એક નશો છે

આયુષ્યનાં એ એક સમયમાં ડોકાતો 

ને બહાર આવી ક્ષણમાં સાથે લઈ જતાં 

એ ચંચળ આત્માને શાંતિ આપવાનો

એક અલગ જ નશો છે

ખરેખર હો, 

એક અલગ જ નશો છે..!


Rate this content
Log in

Similar gujarati poem from Romance