STORYMIRROR

Jayshree boricha vaja

Inspirational

3  

Jayshree boricha vaja

Inspirational

મઝધાર

મઝધાર

1 min
136

અકળાયેલું કંઈક ને તોય હરદમ હરખાતું,

સાવ છાનું ને તોય મીઠડું બોલકું,


મઝધારે ડૂબેલું ને તોય કિનારે મુગ્ધ થનગનતું,

અશ્રુમાં ભીંજાતું ને તોય હાસ્યથી લથપથતું,


અનેક ઊંડા ઘાવમાં વીંટળાયેલું 

ને તોય અદ્ભૂત શાબાશી પામતું,

ભીની ચાદરમાં લપેટાયેલું

ને તોય સૂરે સૂરે ફુદકતું, 


શમણાંમાં ઝબકેલું ને તોય સાવનમાં ઝૂમેલું,

ક્યાંક જૂઠી મર્દાનગીમાં પિસાયેલું ને તોય

આત્મવિશ્વાસથી અડીખમ ઊભેલું,


આ સ્ત્રીનું ઉત્કૃષ્ઠ સ્ત્રીત્વ..!


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational