Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jayshree boricha vaja

Others

4  

Jayshree boricha vaja

Others

લાલચું તારલો

લાલચું તારલો

1 min
305


કોલાહલ બહાર છે

કે ભીતર ના સમજી,

દાવાનળ બહાર છે

કે ભીતર ના સમજી,


લાવણ્ય સજ્યું રૂપનું

કે ગુણનું હા, હું ના સમજી.

ભાગવા મથી રહી છે

અંદર છૂપાયેલી 

ને મદહોશ થયેલી

તો કયારેક કચડાયેલી,

ઈચ્છાઓને મારતી

તો કયારેક શમણાંને જીવતી, 

બેતાબીથી બેહોશ થયેલી


તો ક્યારેક મોહમાં થનગનતી,

ખૂણે ખૂણે ભટકતી

તો ક્યારેક ગલીઓમાં શોધતી,

વૃક્ષોની છાયામાં વિહરતી

ને ક્યારેક તોફાની વાયરામાં ઝૂમતી,

વર્ષામાં ભીંજાતી

તો કયારેક પાગલ થતી

હા ને કયારેક તો 

મારી જ સાથે અનબન કરતી..


મારી ભીતર સળગતી

ને સ્વયં સાથે ગપસપ કરતી

ને પછી ઝઘડી પડતી

આ મારી ભીતર છૂપાયેલી

ને છતાં બહાર નીકળી

નાચવા મથતી

આ મારી અંદર કૂદતી

મારી જ નાદાન છાયા,

હાથ પકડી મારો

લઈ જ ગઈ આખરે

એક નવી જ દુનિયામાં,

મને મળાવવા 

એક નવી જ

જય શ્રીને રોશની અર્પવા,


આ આકાશી તારામંડળમાં

એક અલાયદું સ્થાન આપી

એક નવો તારલો ચમકાવવા.


હા, આ એ જ દુનિયા

શાંતિથી ભરપૂર

કોલાહલથી અળગી,

પ્રભુની નીકટ

સ્વયંમાં સમાતી,

ને બસ આમ હું 

પોઢી ગઈ,

આખરે ખુદમાં જ,


એ જ હાસ્ય વેરતી

ખુશીઓ રેલાવતી,

ચમકી અંતે

રાતની અવકાશી 

વિહરતી એ નદીમાં

મુગ્ધ સ્મિત આપતી.


હા, જો એ દેખાય ને 

ત્યાં પણ તે

એકલી અટૂલી

એ જ તો હું

સૌની પ્યારી 'લાવણ્યા'..


જો કે.. 

કોલાહલ તો અહીં પણ છે

બહાર પણ ને ભીતર પણ,

સદીઓથી મૂક હાસ્ય વેરી

આશિષ અર્પી રહેલાં,

સ્વજનોને શોધી

એકઠી કરેલી 

અઢળક વાતો કરવાની

લાલચને વહેતી કરી,

હૃદયનાં ખૂણામાં

વલખતાં એ

કોરા મૌન શબ્દોને

ઉછાળવા તડપી રહેલી

ભીની પણ 

તરસતી મૂંગી આંખોમાં..!


Rate this content
Log in