Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jayshree boricha vaja

Romance

4  

Jayshree boricha vaja

Romance

પલળતી ઈચ્છા

પલળતી ઈચ્છા

1 min
420


પલળવાની ઈચ્છા છે

ભીનાશથી છલકાતા નયનમાં સમાઈ જવું છે,

તારામાં ઓતપ્રોત થઈને બસ તારી બની જવું છે,

ભીનાં થવું છે !


પલળવાની ઈચ્છા છે

શરમથી લાલાશ છવાયેલાં ગાલને પંપાળી લેવું છે,

જરૂર પડે તો આ પ્રીતની હદને બસ વટાવી જવું છે,

ભીનાં થવું છે !


પલળવાની ઈચ્છા છે

આમ નોખાં અળગા બેસીને દલડું દુઃખી કેવું છે,

મેઘા સંગ વિહરતાં પાગલ બની થનગની જવું છે,

ભીનાં થવું છે !


પલળવાની ઈચ્છા છે

ભીંજાતાં શબ્દોનાં મૌનમાં નટખટ ઝૂમી લેવું છે,

હાથનાં મુલાયમ સ્પર્શથી સ્વયંમાં ઓગળી જવું છે,

ભીનાં થવું છે !


પલળવાની ઈચ્છા છે

ગુલાબી ઓષ્ઠ પર રમતાં વર્ષા બિંદુને અડી લેવું છે,

ધ્રૂજતાં ભીનાં બદનની ખુશ્બૂથી મનડું મહેંકાવી દેવું છે,

ભીનાં થવું છે !


Rate this content
Log in

Similar gujarati poem from Romance