Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jayshree boricha vaja

Classics

4  

Jayshree boricha vaja

Classics

ઘૂઘવતો દરિયો..!

ઘૂઘવતો દરિયો..!

1 min
246


ઘૂઘવતો દરિયો સમાવીને બેઠી છું

ભરતી જ છે અનંત જેમાં ઓટ આવે 

એવાં કોઈ અણસાર નથી અહીં

અને હવે  એવી કોઈ આશા પણ નથી


મન થાય કહી જ દવ

કલમ કહે અરે લખી જ દે હવે

છુપાવ્યું છે દિલની ભીતર જે

ઘણી આશાઓઘણાં શમણાંઓ

પ્રેમથી ઉથલાં મારતું આ છલકતું હૃદય


ઘણી રાત્રીએ દબાયેલાં સિસકારામાં

અશ્રુ બિંદુઓથી ભીંજાયેલી પાંપણો

અને એને સાથ આપતીમુરજાયેલી ને

તો પણમારા આંસુ લૂછતી

એ ભીની પોતીકી ચાદર


કહું વાર્તા ઘણી કરું રચના અનેક

પણ ભીતર લાગી અગન આ કેવી?

ઠાલવી દવ કે રાખું એને 

એ જ એક ખૂણામાં દબાવી ?

જાણું શબ્દો કેરી જવાલાથી 

દાજી જશે સર્વ


એક એક શબ્દે 

લાગણી ઘવાયાનો છે ખેલ

ખેલ કહું કે શું કહું ?

પણ વલોવાઈ રહ્યું છે અતિરેક

ક્યારેક શબ્દોની રમત 

નજર સામે તરતી રહે

અને તો પણ  હોવ છું હું નિ:શબ્દ


જાણું હું એ વાત

શબ્દ નીકળે જો બહાર

તો પણ હોય ભીંજાયેલાં

અનેક આંસુમાં દબાયેલાં

હા  સમાવીને બેઠી છું

અને હંમેશા રહેશે ભીતર જ 


એટલે જ તો છે આ સન્નાટો

સ્મિતનો મુખ પર

કોણ જાણે કંઈ કેટલાય વર્ષોનો

કે પછી કંઈ કેટલાય જન્મોનો?

જઈશ ત્યારે તો 

જરૂર થશે પ્રતીતિ એને પણ

હા હતી કેટલી  સહનશીલ એ

આટલાં મોટા દરિયાને 

ભીતર ધરબીને જ બસ


ખુદ જ સમાઈ ગઈ ખુદમાં

વાચા બંધ જ રહી વર્ષોથી

અને હવે આંખો પણ થઈ બંધ


સમાવીને એક એક ભીનાં શબ્દોની 

સ્નેહનાં ખાબોચિયામાં ભીંજાવા

તડપતી ખદબદતી આ પ્રીત

અને બસ  ચુપ થઈ જ ગ અંતે 

હસતી ને હસાવતી આ સૌની લાડકી


ઓઢી પ્રેમનું પાનેતર સજી સુંદર દુલ્હન

નીકળી એ તો પ્રભુ પાસ

ઉજળ્યો જો ને તારલો એક

મંદ મંદ સ્મિત કરતો

ચમકતો અને તો પણ લાગે

છલકતો ઘેઘૂર સાગર


ત્યાંથી પણ સ્મિત તણી

આપી જતો સર્વને એ ખુશી

છે ત્યાં પણ નિ:શબ્દ

ને તો પણ ઘણું કહી જતો

એ એક જ 'લાવણ્યા' કેરો તારલો !


Rate this content
Log in

Similar gujarati poem from Classics