Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jayshree boricha vaja

Romance Others

3  

Jayshree boricha vaja

Romance Others

બસ એમ જ અમથું

બસ એમ જ અમથું

1 min
204


બસ એમ જ અમથું જરાક ડોકિયું કર્યું બહાર,

વાયરો આવ્યો તારી યાદ લઈને, ને હું ઝૂમી ઊઠી,


બસ એમ જ અમથું જરાક પાયલ સર્યું બહાર,

મેઘાએ લહેરાવ્યું સંગીત અનેરું, ને હું નાચી ઊઠી,


બસ એમ જ અમથું જરાક નયને જોયું બહાર,

વીજળીનાં ચમકારે ચંદ્રજ્યોત નિખર્યું, ને હું સજી ઊઠી,


બસ એમ જ અમથું હોઠથી શબ્દો ખર્યાં બહાર,

ભીની થઈ પાંપણો, ભીંજાઈ ચુનર, ને હું ગાઈ ઊઠી,


બસ એમ જ અમથું લાવણ્ય ઝળક્યું બહાર,

અમી છાંટણા વરસી પડયાં ત્યાં, ને હું ખીલી ઊઠી,


જો ને,

બધું જ બસ,

સાવ એમ જ અમથું,

ઓલી નટખટ વીજલડીની રોશનીમાં ચમક્યું ગગન,

શમણાં મહીં શરમાતી તારી બાહોપાશમાં સમાણી, ને હું જીવી ઊઠી,

હા હો, બસ સાવ એમ જ અમથું !


Rate this content
Log in

Similar gujarati poem from Romance