Ramesh Patel (Aakashdeep)

Action Inspirational

4.0  

Ramesh Patel (Aakashdeep)

Action Inspirational

શંખ વગાડી જાણું

શંખ વગાડી જાણું

1 min
217


 શંખ વગાડી જાણું…….


હું તો ફક્ત જ સારથી તારો
શંખ વગાડી જાણું
સમય આવે સાવધાન કરું
ધર્મ ધજાએ નાણું

તારે જો ઉડવું જ વ્યોમે તો
પંખ પ્રસારો પ્યારે
તારા મહાભારતને કાજે
લડવું જ પડશે તારે

પૂજારી છે વિશ્વ પરિવર્તનનું
ખેલ સજાવે મોકો
મિત્ર શત્રુના ભેદ ભરમને
પારખવાના તારે
તારા મહાભારતને કાજે
લડવું જ પડશે તારે

શોભે રે શિખરે કળશ કીર્તિના
ખીણ ધસે ગળવાને
ધર્મ અધર્મના આટાપાટે
બાજી રમવી તારે
તારા મહાભારતને કાજે
લડવું જ પડશે તારે

અર્જુન જેમ થઈશ વીર તું જો
કંડારીશ વિજય નક્કી
ઘડવા ભાવિ સ્વબળે સંસારે
લડવું જ પડશે તારે

હું તો ફક્ત જ સારથી તારો
શંખ વગાડી જાણું
સમય આવે સાવધાન કરું
સમજે તો એ સયાણું
તારા મહાભારતને કાજે
લડવું જ પડશે તારે(૨)

રમેશ પટેલ(આકાશદીપ)


Rate this content
Log in

Similar gujarati poem from Action