STORYMIRROR

Mulraj Kapoor

Fantasy

3  

Mulraj Kapoor

Fantasy

શમ્મા અને પરવાનો

શમ્મા અને પરવાનો

1 min
182

શમ્મા :- "આજની રાત રહી જા પરવાના,

વહેલી સવાર માં થજે રવાના,


મારું કામ તો જલવાનું છે સદા,

તું ભલેને હોય સંગાથે કે જુદા.


તારું આમ અંધારામાં અથડાવું,

નથી જોવાતું તારું આ દુઃખી થવું "


પરવાનો :- "તને જલતો જોઈ શકીશ નહીં,

મારી જાત ને રોકી શકીશ નહીં."


શમ્મા :- " મારી ખોટી બદનામી થઈ જશે,

મીણ પણ આંસુ સારવા લાગશે."


પરવાનો :- "કમજોરી નું નામ છે પરવાનો,

દિલમાં બીમારી લઇ ફરવાનો.

તારી લપટોમાં હું કૂદી જવાનો,

વિચાર ન ક્ષણ માત્ર કરવાનો."


શમ્મા :- "ઓ નાજુક દીવાના વાત સાંભળ,

તારે તો હજી જીવવું છે આગળ.


મારાથી તને બાળી શકાશે નહીં

બાળી તને મારા થી જીવાશે નહીં."


પરવાનો :- "આટલી રહેમ દીલી સારી નહીં,

દોષ તારા ઉપર આવશે નહીં."


શમ્મા :- "પરવર  દિગાર  રહેમ  કર,

દીવાનો છે પરવાનો માફ કર.


સૌ કોઈ એને પાગલ જ ગણશે

મોત એની તો મજાક બની જશે."


પરવાનો જલતો ગયો,

શમ્મા ખામોશ બની ગઈ

એની લૌ માથું પછાડી,

નિશાની શોધતી રહી.


આકાશ ચૂપ, બેખબર હવા,

પરવાનો નથી નજરમાં,

શમ્મા તરફડે બુજાવા.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy