..... શક્ય નથી
..... શક્ય નથી
જરૂર તમારું જ પ્રતિબિંબ છે એ નક્કી, નહીં તો,
ચાંદનું આમ પૂનમે ઝળહળવું શક્ય નથી.
પડછાયા છે તમારા શ્યામ કેશના એ જરૂર, નહીં તો,
ચોમેર વાદળનું આમ ઘેરાવું શક્ય નથી.
એક ઝલક જોયા છે તમને એમણે અચૂક, નહીં તો,
ફૂલોનું આમ બાગમાં મહેકવું શક્ય નથી.
અમારી ભીની લાગણીઓનો નિચોડ છે એ, નહીં તો,
ભેજનું આમ ઝાકળ બની ટપકવું શક્ય નથી.
સતત સ્મરણ છે એને તમારું અહર્નિશ, નહીં તો,
આ હ્રદયનું આમ સતત ધબકવું શક્ય નથી.