શિરામણ
શિરામણ


પડ્યા ખાટલે
પચવા લાગ્યું વાળું
ઉદર ખાલી થયું
પડી સવાર
ખાડો પડ્યો પેટમાં
મોટો એટલો
પેટની પૂજા
શિરામણ સવારે
ખાડો પૂરવા
શયન ખંડે
બન્યા વિચાર શૂન્ય
સ્વપ્ન જોતા
નવા વિચાર
વાંચ્યું લખ્યું વિચાર્યું
શિરામણમાં
મળી શક્તિ
શિખર સર કર્યા
સ્વપ્ન સાકાર
તન મનનું
સવારે શિરામણ
લાવે સ્ફૂર્તિ