શિક્ષકની પરિભાષા
શિક્ષકની પરિભાષા
કર્મથી હું શિક્ષક છું,
વહે છે મારા હૃદયમાંથી સ્નેહનું ઝરણું.
વહેંચું છું હું જ્ઞાનની સરિતા
બસ આપવું મારો ધર્મ છે
કોઈ છે નાના, કોઈ છે મોટા બસ
ઘેરાયેલો રહું છું શિષ્યથી.
છે શાળા મારા માટે મંદિર
અને પુજનીય છે મારી શાળા
કરવાં છે મારે દેશનાં ભાવિને તૈયાર
કર્તવ્યનિષ્ઠ એવાં શિષ્યોને.
ગાંધીજીના, સુભાષજીના
રસ્તે ચાલીને કરે દેશની સેવા
