શિક્ષક
શિક્ષક


સુંદર સૂર ને ઉત્તમ તાલ બનવું છે...
બાલભૂલકા પંખીઓને બાજ બનવું છે...
ચૂપચાપ સાંભળું છું ફરિયાદ સર્વની,
ત્યારે દુનિયા બદલવાનો અવાજ બનવું છે...
સમુદ્ર તો જુએ હિંમત હોડીની
હું ડૂબતી હોડી, ને જહાજ બનવું છે...
બનાવે ચાંદ પર કોઈ બુર્જ ખલીફા,
અરે હું તો કાચ્ચી ઇંટોથી તાજ બનવું છે.