Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Aniruddhsinh Zala

Inspirational

4  

Aniruddhsinh Zala

Inspirational

શિક્ષક

શિક્ષક

1 min
343


હે.. જી.... ચંદન વૃક્ષ જેવા ગુરુ સાચા, છોડે ન કદીય એ પરમાર્થ કેરા કામ 

દુર્જન ભલે લપટી રહે હજાર, તોય ગુરુ શોધી સાચાને આપે વિદ્યાદાન.


જો. ને.. શિક્ષક સાચો હોય સદગુણી, માને સહુ બાળકને એક સમાન 

ધની, નિર્ધનનો જયાં આંતરો નહીં, સંસ્કાર સાથે પીરસે શિક્ષણ સદાય.


 હે..જી.. ગુરુ મળે તો નમીયે પાય, લઈએ આશિષ ગુરુના જીવનમાં સદાય, 

ગુરુ દક્ષિણા એ સમજે સાચી, નમીએ ભાવથી ગુરુને જો પાય.


જો ને.. ગુરુ અંતરની જાણે વાત, ગુરુ મિટાવે ભીતરનાં સઘળા ભેદ 

ગુરુ સામે પાપ ન છુપાવીએ, ગુરુ મિટાવે સઘળા જગતના તાપ.


હે...જી.. ગુરુ પૂજે સુખ નીપજે, ગુરુ ભજને મેલ ભીતરનો ધોવાય 

ગુરુ ભક્તિથી પાવન થતાં, એ નર મોક્ષદ્વારે પહોંચી જાય.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational