STORYMIRROR

Rajesh Hingu

Inspirational

4  

Rajesh Hingu

Inspirational

શિક્ષક વંદના

શિક્ષક વંદના

1 min
707

જેના થકી જીવન જંગે મળતી રે જીત,

એ શિક્ષકનું આજ મારે ગાવું છે ગીત.


શિતળતા ચંદ્ર સમી, આહલાદક લાગે,

સઘળા સંતાપ એના સ્પર્શ થકી ભાગે,

જીવન ખીલવવાની શીખવે એ રીત,

એ શિક્ષકનું આજ મારે ગાવું છે ગીત.

 

ક્ષમતા ભરપૂર એમાં, જ્ઞાન અને કર્મની,

મમતાથી શીખવાડે  વાતો સ્વધર્મની,

સક્ષમતા શિષ્યોમાં કરતા  સંચિત,

એ શિક્ષકનું આજ મારે ગાવું છે ગીત.

 

કઠોર બને વજ્ર સમા, કર્તવ્ય કાજે,

એમની જ્ઞાનાગ્નિથી ઉન્મત્તતા દાઝે,

તેજપુંજથી એના થાતું જગ આલોકીત,

એ શિક્ષકનું આજ મારે ગાવું છે ગીત.

 

મુજ સમા મૂરઝાયેલ પુષ્પો ખીલવ્યા,

માળી બની, કેટલાયે ઉપવન શણગાર્યા,

પ્રસારશું સુગંધ, જગ કરશું સુવાસિત,

મારા શિક્ષકને વંદન કરે છે મારૂં ગીત.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational