શિકાર
શિકાર


લઈ તીર કામઠા બે કઠોર હાથ
ચાલ્યા વન નિર્દય લઈને સાથ,
જોઈને કુદતા કોમળ હરણિયા
શિકારી દોડ્યા થઈને મરણિયા,
સાંભળી મરણચીસ હરણ બાળ
પાથરી પારધીએ મારણ જાળ,
કરગર્યું મૃગલું જીવ બચાવવા
હસ્યો વ્યાઘ આવ્યો છું ચાવવા,
વિંધાયું નિ:સહાય છેદાયું બાણે
જીવાંતક જ્યાં મૃતક મૃગ માણે,
કૂદ્યો વનરાજ કહીં છૂપાયો ઝાડી
બોલ્યો શિકારીને ખાઉં તને ફાડી,
કરગર્યો શિકારી બે હાથ સિંહને
કહે કેસરી કેશી હણનારને હણે,
ખંધુ હસીને ગર્જ્યો સાવજ ત્રાડ
હરિ તરાપે શિકારીએ પાડી રાડ,
લઈ તીર કામઠા બે કઠોર હાથ
ભીડી બીચારે જો મોતની બાથ.