STORYMIRROR

Baal Sahitya Gujarati

Classics Children

0  

Baal Sahitya Gujarati

Classics Children

શીંગોડા શીંગોડા

શીંગોડા શીંગોડા

1 min
281


શીંગોડા શીંગોડા, અમને આપો થોડા

એક પછી એક આવો, નહિતર પડી જશો મોડા

મોડા મોડા મોડા

એક શીંગોડું એવું મારું, આખો દિવસ રડતું

એક શીંગોડું એવું મારું, આખો દિવસ રડતું

કજિયા કરતું, એં એં કરતું

કજિયા કરતું, એં એં કરતું

કહો એ તમને ગમતું? ના ના ના!

શીંગોડા શીંગોડા, અમને આપો થોડા

એક પછી એક આવો, નહિતર પડી જશો મોડા

મોડા મોડા મોડા

એક શીંગોડું એવું મારું, આખો દિવસ લડતું

એક શીંગોડું એવું મારું, આખો દિવસ લડતું

બટકાં ભરતું, ચિંટીયા ભરતું

બટકાં ભરતું, ચિંટીયા ભરતું

કહો એ તમને ગમતું? ના ભાઈ ના!

શીંગોડા શીંગોડા, અમને આપો થોડા

એક પછી એક આવો, નહિતર પડી જશો મોડા

મોડા મોડા મોડા

એક શીંગોડું એવું મારું, આખો દિવસ હસતું

એક શીંગોડું એવું મારું, આખો દિવસ હસતું

ભલે ને દુઃખ હોય કે ભલે ને સુખ હોય

કહો એ તમને ગમતું? હા ભાઈ હા! હા હા હા!

શીંગોડા શીંગોડા, અમને આપો થોડા

એક પછી એક આવો, નહિતર પડી જશો મોડા

મોડા મોડા મોડા


Rate this content
Log in

Similar gujarati poem from Classics