Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

sindhav panna

Children

4.3  

sindhav panna

Children

શીખું છું

શીખું છું

1 min
162


કહેવાને તો શિક્ષક છું, 

પણ હકીકતમાં તો યાચક છું 

નાનકડા ભૂલકાં પાસેથી

હું રોજ નવું નવું શીખું છું !


પળમાં કિટ્ટા પળમાં બુચ્ચાં

લાતમ લાતા ઘૂષમ ઘૂષા

નાનકડા મીઠાં ઝગડામાં

નિ:સ્વાર્થપણાને નીરખું છું

હું રોજ નવું નવું શીખું છું !


આ તારું આ મારું કરતા

થોડામાંથી વહેંચી ખાતા

નાની નાની હથેળીઓમાં

ઉદારતાને દીઠું છું

હું રોજ નવું નવું શીખું છું !


જવાબ દેતા, પ્રશ્નો કરતા

મોટા મોટા થોથાં પઢતા

મોતી જેવા નેત્રોમાં હું

જીજ્ઞાશાને દેખું છું,

હું રોજ નવું નવું શીખું છું !


કવિતા ગાતા, પ્રાર્થના કરતા

લોકગીતોમાં ડૂબી જાતા

લાડીલા એ કવિજનોનાં 

શ્રદ્ધાભાવને ઓળખું છું

હું રોજ નવું નવું શીખું છું !


સાતતાળી, અડકો દડકો

પકડાઈ જાય તો કરતા થપ્પો

હસતા રમતા બળદેવોમાં

મારાં બાળપણાને અળકુ છું

હું રોજ નવું નવું શીખું છું !


Rate this content
Log in

Similar gujarati poem from Children