STORYMIRROR

sindhav panna

Others

4  

sindhav panna

Others

મા

મા

1 min
363

પહેલો શબ્દ જે હું શીખ્યો તે હતો મા,

પળે પળે મને યાદ આવે મારી પ્યારી મા,


આંગળી પકડી જગત સુંદર બતાવ્યું તે મા,

તેમ છતાં ના કોઈની આગળ જતાવ્યું તે મા,


રડતા હસતા રમતમાં પણ યાદ કરું તને મા,

દુઃખમાં આવી પડું ત્યારે સાદ કરુંં તને મા,


વગર જણાવ્યે પામી જાતી મનની સઘળી વાત,

ઠોકર વાગે, ઝાલી લેતી મુજને મારી માત,


ઉપેક્ષાના ઘોર અંધકાર મા અજવાળું તું મા

પરમાત્માએ ભેટ કરેલું સુંદર નજરાણું તું મા.


Rate this content
Log in