STORYMIRROR

sindhav panna

Others

3  

sindhav panna

Others

યાદો

યાદો

1 min
150

યાદો કેરા વહાણ અહીં કાયમ તરતા રહેશે,

એકલતાના જહાજ પન્ના જલદી ડૂબી જાશે,


યાદોને તો સ્મિત કેરા કિનારા મળી જાશે,

અશ્રુ કેરા મધદરિયે એકલતા ડૂબી જાશે,


પ્રેમની પતવારે યાદો દરિયો ઓળંગી જાશે,

રૂદન કેરા વમળમાં એકલતા ભટકી જાશે,


કિનારે ઊભા સ્વજન પન્ના યાદોને બોલાવે છે,

દૂરથી દેખી એકલતાને દુશ્મન પણ ધિક્કારે છે,


નમ્રતા એ યાદોને મધદરિયે પણ ઉગારી છે,

અભિમાની એકલતા કિનારે પણ ડૂબાંણી,


યાદો કેરા વહાણ અહીં કાયમ તરતા રહેશે,

એકલતાના જહાજ પન્ના જલદી ડૂબી જાશે.


Rate this content
Log in