Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

sindhav panna

Others

4.8  

sindhav panna

Others

અવર્ણનીય

અવર્ણનીય

1 min
485


કુદરત કેવી અવર્ણનીય ! સુંદરતા એની અદ્વિતીય

સવાર સોનેરી, રાત રૂપેરી, સંધ્યા ખીલે અવર્ણનીય !


શિયાળાની ગુલાબી ઠંડી, ઉનાળાની આકરી ગરમી,

ચોમાસાની મોસમ જો ને ખીલે કેવી અવર્ણનીય !


મધદરિયે છે શાંત સાગર, ઘૂઘવે એ કિનારા આગળ,

શાંત ને ઘૂઘવતા સાગરની ક્ષિતિજ જો ને અવર્ણનીય !


ગરવો આ ગિરનાર ઉભો છે, જાણે જોગીનો કિરતાર ઉભો છે,

ગૌરવશાળી ! ભક્તિવાળી ! આ ધરા છે અવર્ણનીય !


શરદ ઋતુ નાં સમણાં મીઠાં, પાનખરમાં તરણા સૂના દીઠા,

વસંતઋતુનાં શણગારે ખીલી કુદરત કેવી અવર્ણનીય !


Rate this content
Log in