શીખીએ...
શીખીએ...
કોઈ રિસાય તો મનાવતાં શીખીએ,
સંબંધ તૂટે તો જોડતાં શીખીએ !
મળે છે ઋણાનુબંધથી માણસો,
દરેક સંબંધને નિભાવતાં શીખીએ !
શમણાં તૂટે તો દિલ તૂટે છે,
ટેકો લઈ ઊભા થતાં શીખીએ !
હાર જીત તો પાસા છે જીવનનાં,
દરેક અનુભવમાંથી કંઈક નવું શીખીએ !
ધન દોલત જરુરી છે જીવનમાં,
સંસ્કારોની મૂડી જાળવતાં શીખીએ !
દોડતાં દોડતાં જીવાય છે જિંદગી,
બે પળ થોભી ફૂલો સુંઘતાં શીખીએ !
નફરત અને ઈર્ષાથી વધે છે વેરઝેર,
'ચાહત'થી, જિંદગી જીવતાં શીખીએ !
