શીખી લીધું
શીખી લીધું
દરેક ક્ષણને મેં માણતાં શીખી લીધું,
સમયને માન આપતાં શીખી લીધું,
નિરાશાઓ મળી હજારો છતાં,
આશાઓની ઉડાન ભરતાં શીખી લીધું !
શબ્દોને અર્થ પામતાં, શીખી લીધું,
દરેક શેરને દાદ આપતાં, શીખી લીધું,
અધૂરી રહી અનેક રચના છતાં,
આજ મેં જાતે રચતાં, શીખી લીધું !
નફરત ને જલન સહેતાં, શીખી લીધું,
જાત સાથે સંવાદ કરતાં, શીખી લીધું,
સવાલો ઊઠ્યાં હજારો છતાં,
મેં ખુદને પ્રેમ કરતાં, શીખી લીધું !