શીખ લે પતંગની
શીખ લે પતંગની
ઉડાવ પ્રેમનો પતંગ ‘ને, કાપ કંકાસની દોરી,
છોડી દે ચિંતા કાલની ‘ને, જીવી લે પળ સોનેરી !
બંધાવ લાગણીની દોર ‘ને, કાપ ઈર્ષાની પૂંછડી,
તાણી દે કિન્ના મનની ‘ને, સ્થિર કરી લે ડોર જીવનની !
ભરાવ ઊંચી ઉડાન ‘ને, વિસ્તાર તારું અસ્તિત્વ,
છોડી દે સંકુચિતતા મનની ‘ને, અર્પણ કરી લે તું સર્વસ્વ !
કપાવ તારો અહમ ‘ને, છોડ ટસલ ફોગટની,
શીખ લે પતંગની ‘ને, જીવી લે તું “ચાહત”થી !