શહીદી
શહીદી

1 min

306
પ્રેમ પ્રીતના ઉત્સવમાં, રંગાયેલો દેશ હતો,
લોહીની હોળી રમવા કાજે, આવ્યા દુશ્મનો,
માં - ભોમની રક્ષા કરવા એ અડીખમ હતો,
મને ગળે લગાવ ભારત માતા કહેતો રહ્યો,
હું મારી માની પનાહને તરસતો છોડી આવ્યો.
મારી બહેનને આજીવન રક્ષાનું વચન દઈને આવ્યો.
મારી પત્નીનાં અરમાન અધૂરા રાખી આવ્યો.
મારા વીર બંધુની સાથે ખભો મિલાવીને,
તારી જ રક્ષા ખાતર,
હું મારા પિતાને સાથને બદલે એકલા મૂકી આવ્યો.
મને તારો ત્રિરંગો ઓઢાડ એ ભારતમાં,
તારી રક્ષા કાજે હું મારો જીવ આપી આવ્યો.