શેરડી
શેરડી


હેમંતને તાપ ઓઢી સમરાં,
ક્યારામાં સાંભળતી તમરાં,
વન ઝુંડ સાંઠો લીલો શેરડી,
રસ ભરી મધ મીઠી વીરડી,
લપાતા શિયાળે મુખ કરડી,
સાંભળી ઇક્ષુ અશ્રુધાર રડી,
કપાઈ પીસાવું સીચોડે કાલ,
થશે શું હાય ગોળ ભઠ્ઠે હાલ,
ખાંડ સાકર ભર્યું અમ રક્ત,
ચૂસે બાલ મધુર રસ યુક્ત,
હેમંતને તાપ ઓઢી સમરાં,
શેલડી ગુંજે મન મૂકી ભમરા.