STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

4  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

શબ્દોથી શણગારું છું

શબ્દોથી શણગારું છું

1 min
293

કલ્પનાની પેન થકી કોરા કાગળને હું શણગારું છું,

મારી હૈયાની ઊર્મિઓને શબ્દોના વસ્ત્રો હું પહેરાવું છું.


કલમ સાથે અદભુત મિત્રતા હું રાખું છું,

શબ્દો રજૂ કરતા પહેલા હું ચાખું છું.


કોઈ સમજે કે ના સમજે કોઈ ફરક નથી પડતો મને,

બસ હું તો હૈયાની વેદનાને શબ્દોના વાઘા પહેરાવું છું.


નથી હું કોઈ મહાન કવિ કે લોકોના હૈયામાં સ્થાન હું પામી જાવ,

બસ ઈશ્વર આપે મને શબ્દોની અનોખી ભેટ એવી હું અપેક્ષા રાખું છું.


ખબર છે મને તલવાર કરતા પણ તાકાત વર છે આ કલમ,

એટલે જ કલમ સાથે અતૂટ રિશ્તો હું રાખું છું.


દિલના બંધ દરવાજા કોઈ ખોલી ગયું,

બસ એની યાદમાં હૈયાને વ્યસ્ત હું રાખું છું.


બસ આવશે એ મારે દ્વારે એક દિવસ ચોક્કસ,

બસ અતૃપ્ત હૈયાને એ વાત સમજાવ્યા રાખું છું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational