STORYMIRROR

Dr.Riddhi Mehta

Inspirational

3  

Dr.Riddhi Mehta

Inspirational

શબ્દોની સરવાણી

શબ્દોની સરવાણી

1 min
360

નથી ખબર કે શું થયું જીવનમાં,

હું તો જીવનને જીવતી રહી ને,


સપનાંઓને સહેજે ઓપતી રહી,

શબ્દોની માળા ગૂંથતી હું પ્રેમથી,


સરવાણી જેમ કડીઓ મળતી ને,

રચનાઓ આમેય લખાતી ગઈ.


કોણ જાણે કેટલાય કહે છે હવે,

હું બની ગઈ છું એમની પ્રેરણા,


પણ હું ખુદ જ કોઈનાં સહારે,

ઉગમણે પાથરતી મારી પ્રેરણા,


સાથ જોઈએ બસ શબ્દોનો,

જીવવાની એમ હૂંફ મળી ગઈ.


મારો હમસફર મારી પ્રેરણાને,

મારાં વાચકોની હું છું સંવેદના,


બસ વસી જવું છે સૌનાં દિલમાં,

સાથ જોઈએ છે એક સ્મિતનો,


બાકી જીવાઈ તો એમ જવાશે,

જીવવાની નવી ચાહ મળી ગઈ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational