શબ્દોની સભા
શબ્દોની સભા
મજા આવે છે મને,
શબ્દોની સભામાં !
રાજા પણ હું ને પ્રજા પણ હું.
મનની સાથે,
મગજની મગજમારી !
છે અનોખી રમત ને મજાની ગમ્મત.
શબ્દોની માયાજાળ,
તો શબ્દોની જ છટકબારી!
અદભુત છે અહેસાસ આ સ્વ-શાસનનો.
કેટલાય પુસ્તકો બસ એક જ ક્લિકમાં.
મજા આવે છે મને,
શબ્દોની સભામાં !