શબ્દોની કટુતા
શબ્દોની કટુતા
શબ્દોની કટુતા સમજ્યો છું હું,
એટલે તો સહન કરી રહ્યો છું,
પણ કટુતાભર્યા શબ્દોને હું,
પુષ્પની માળા સમજ્યો છું,
સહનશીલતાનો હદ છે હવે,
વળતો પ્રહાર પણ ઈચ્છું છું,
પ્રહારથી કોઈ જખ્મી થાય તો,
રૂઝાવાનો મલમ પણ બનું છું,
હૃદય તો સાવ સાફ છે મારૂં,
પ્રહાર કરવા ઈચ્છતો નથી હું,
તેનું કારણ એટલું જ છે કે,
હું શબ્દોનું બંધારણ સમજું છું,
શબ્દોની માયા અટપટી છે,
સમજો એટલી સરળ નથી,
શબ્દોના મહારથી ઘણા દુનિયામાં,
મારે કોઈ મહાન બનવું નથી,
સાહિત્યમાં નવો નિશાળિયો છું,
શબ્દોની બારાખડી ઘૂંટુ છું,
નમ્રતા અપનાવીને "મુરલી"
પ્રેમનો આવકાર ઈચ્છું છું.