શબ્દની શક્તિ
શબ્દની શક્તિ
જીવનના સારને આતુરતાથી
શોધવા,
ગ્રંથો, મહાગ્રંથોને ઉરમાં
આલેખું.....!
કાવ્યો, મહાકાવ્યો વાંચી
નિચોડ્યા તારણો,
બસ શબ્દની શક્તિનું તરણું
દીઠું ચમકતું.....!
આ શબ્દની શક્તિ સોગાદ,
લાવે અજબ ગજબની.
મીઠા શબ્દ મીઠાશ મધુરી ફેલાવે
વ્યંગ શબ્દો મહાભારતનું કારણ
બતાવે.....!
નમ્રતાભર્યાં શબ્દો જીવન
મઘમઘતું બનાવે,
અણધારી સફળતાનો તાજ
પહેરાવે.....!
આ શબ્દની શક્તિ સોગાદ,
લાવે અજબ ગજબની.
આ શબ્દની તાકાત,
જીવનના રંગો સજાવે....!
આ શબ્દની તાકાત,
માન, મોભો વધારે.....!
પરાયા દોસ્તોને,
પોતાના જ બનાવે.....!
દુશ્મન પણ દુશ્મનાવટ ભૂલી,
દોસ્તીના હાથ ફેલાવે....!
આ શબ્દની શક્તિ સોગાદ,
લાવે અજબ ગજબની.
મીઠા શબ્દ બાણે પથ્થર દિલના
હૈયા,
ફૂલ સા કોમળ બનતાં.....!
દર્દોના ઘા રુંઝાઈ જાતા,
જીવનના પલેપલ સાત સૂરોથી
ગૂંજતા.....!
આ શબ્દની શક્તિ સોગાદ,
લાવે અજબ ગજબની.
શત્રુતા ફેલાવે છે જગ માંહી
લોહીની નદીઓ વહાવે યુદ્ધ
માંહી.....!
એવા કડવા બોલ શા કાજે
બોલવા,
જે જિંદગી ધૂળધાણી બનાવે
જગ માંહી.....!
આ શબ્દની શક્તિ સોગાદ,
લાવે અજબ ગજબની.
મીઠા શબ્દના તાકાતથી,
મન મધુર થાય.....!
સુકર્મોનો સોગાદ સહજ
મળી રહે,
પુણ્યના ઉદયની શરૂઆત
થાય......!
આ શબ્દની શક્તિ સોગાદ,
લાવે અજબ ગજબની.