STORYMIRROR

Rekha Patel

Inspirational

4  

Rekha Patel

Inspirational

શબ્દને મેળે

શબ્દને મેળે

1 min
393

આ કવિનાં હૈયે કવિતાનાં અંકુર ફૂટ્યાં જુઓ, 

કયાંક દિલ મળ્યાં ને દિલ તૂટ્યાં જુઓ. 


આ શબ્દોનાં મેળે હૈયા કેવાં હરખાયા જુઓ, 

કવિની કલમે તેને દિલથી નીરખ્યાં જુઓ. 


શબ્દે શબ્દે અહીં આખી મહેફિલ જામી જુઓ, 

જલતી શમાએ કલમથી ઝરણાં નીકળ્યાં જુઓ. 


લાગણીઓની વાત આજે વહેવાની છે જુઓ, 

આંખોનાં પાંપણે આંસુઓ વહેવડાવ્યા જુઓ. 


"સખી" છંદ, કાફીયા, રદીફ પાછળ પડ્યાં છે જુઓ, 

આવડતાં નથી છતાં કેવાં શબ્દો લખાવ્યાં જુઓ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational