શાંતિ
શાંતિ
નદીનું શાંત નિર્મળ જળ,
શાંતિથી વહેતું રહે નિરંતર,
સજીવ સૃષ્ટિની તરસ છીપાવે,
અને તરસ્યાને સંતોષે પ્રેમસભર,
શાંત પ્રવાહમાં પથ્થર નાંખો,
તો વમળો પેદા થાય ને,
પાણી ડહોળાય જાય.
નારી જીવન, નદી જળ સમાન,
શાંત ચિત્તે રહેતું નિરંતર,
ઘરનાઓની સેવા કરે પ્રેમ સભર,
અને સૌને સંતોષે હર્ષસભર,
શાંત જીવનમાં કાંકરીચાળો કરો,
તો ક્લેશ પેદા થાય,
અને શાંતિ ડહોળાઈ જાય.
