શાને માટે તું સર્જાઈ ?
શાને માટે તું સર્જાઈ ?
શાને માટે તું સર્જાઈ,
નથી પડતી સમજ મને કાંઈ,
તારે જ ખોળે આ દુનિયા સમાઈ,
પછી શા માટે તું જ ઉવેખાઈ,
તારે જ હાથે આ દુનિયા સર્જાઈ,
છતાંય ખુશ્બુ તારી જ વિખરાઈ,
શબ્દોમાં તો મહાન કે'વાઈ,
પણ લોકલાજે તું જ જેલમાં પુરાઈ,
નારી, તું નારાયણી કહેવાઈ,
છતાંય આજે તું જ ચૂંથાઈ.
