સેવા કોની?
સેવા કોની?
ચીટફંડના ચક્કરમાં પડાય છે,
લોભમાં લોકો ફસાય છે,
કોણ કરે છે? આટલી ચીટ !
રાજનીતિ પણ અહીં જોડાય છે,
ગુમાવનારનું દર્દ તો જાણો !
નિસાસા પર રાજકારણ રમાય છે,
નોટ ને વોટના ચક્કરમાં પીસાય છે,
સેવાના નામે છેતરાય છે !
ટટોલો બસ હવે હ્રદયમાં,
ખુદા ક્યાં છે? તે હવે શોધાય છે !
ખુદ ને તમે સમજો તો,
માનવીના હ્રદયમાં ઈશ્વર દેખાય છે.
