સદગુરુ
સદગુરુ
સદગુરુને સદાચાર ટાળે ફેરા પારાવાર,
ગુરુ ગ્રહણ દોષના પંડે ઉજાસ પથરાય,
મળે જ્ઞાની ગુણ જીવ ઓજસ કરે પારાવાર,
જીવન ઝૂંડ જૂઠ તણું છૂટે ઓજ પથરાય,
મળે સદગુરુ જીવને એક રંગ ફરે પારાવાર,
ગુરુ બ્રહ્મ પીંડે પુંજ રોજ પથરાય,
કર્મ પીડા અજ્ઞાનતા હણાય પારાવાર,
ગુરુ શબ્દ ગરવો બ્રહ્માંડમાં પથરાય,
જગાડી શૂરતા રોમ રોમ ઓજસ પારાવાર,
સદગુરુએ નાદ ગુજવ્યો નસે નસ હેમ પથરાય,
સદગુરુ સાચાં મળ્યે અલખ ઓળખાય,
"રાહી" ગુરુ તણો મહિમા આમ શબ્દે ના જોખાય.
