STORYMIRROR

Chaitanya Joshi

Inspirational

3  

Chaitanya Joshi

Inspirational

સદગુણ

સદગુણ

1 min
24K


સદવિચાર આચારમાં આવતાં બને છે સદગુણ.

હરકોઈ વ્યક્તિને હરહંમેશ માટે ગમે છે સદગુણ.


સાચી સંપત્તિ જીવનની છે જે કેળવે છે સદગુણ,

કોઈના કદીએ કોઈકાળે ટીકાઓ કરે છે સદગુણ.


આચાર વિચારના સામ્ય સદૈવ દેખાડે છે સદગુણ,

વ્યક્તિને ઉન્નતિનો માર્ગ આખરે ચીંધે છે સદગુણ.


દ્રઢ મનોબળથી આચારશુદ્ધિ અપાવે છે સદગુણ,

નરમાંથી નારાયણ તરફ પ્રયાણ કરાવે છે સદગુણ.


સાત્વિક વાચન અને સત્સંગ દીપાવે છે સદગુણ,

માનવને સાચા અર્થમાં ' માનવ' બનાવે છે સદગુણ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational