STORYMIRROR

anjana Vegda

Inspirational

4  

anjana Vegda

Inspirational

સબંધોની શતરંજ

સબંધોની શતરંજ

1 min
308

ચોકઠાનો છે ખેલ બધો,

ચોકઠાં સાથે પનારા છે,

અડધાં ચોકઠાં તારા છે,

ને અડધા ચોકઠાં મારા છે.


ધોળાં ધોળાં તું લઈલે,

ને કાળાં કાળાં મારા છે,

એક રાજા રાણી તારા છે,

એક રાજા રાણી મારા છે.


એમ કઈ એકલાં નથી,

સાથે સૈન્યનાં સહારા છે,

ચેતીને ભરજો ડગલાં સૌ,

કે સામે મોતનાં કિનારા છે.


આજે તું છે તો કાલે હું,

એમ વારાં પછી વારા છે,

હારવાનો અફસોસ નથી,

ના જીતવાના ધખારા છે.


સામે રહીને લડે છે જે,

એ સઘળાં જ મારા છે,

ચોકઠાનો છે ખેલ બધો,

ચોકઠાં સાથે પનારા છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational