STORYMIRROR

Satish Sakhiya

Inspirational Tragedy

3  

Satish Sakhiya

Inspirational Tragedy

સબંધો

સબંધો

1 min
27K


સબંધો જાજા તો સારું લગાડવાના હોય છે,

બાકી કોણ કેવું છે મનમાં સમજવાના હોય છે.

ફેસબુક-વોટસએપ હાય હેલ્લો કરવાનાં હોય છે,

ભીંસમાં મોબાઇલ ઓફ લાઇન રાખવાનાં હોય છે.

ઈ-નેટ દુનિયામાં અભિનંદનને ૐ શાંતિ હોય છે,

કંઈક નવું કરો કે મરે કોઈ તો કે મરવાના હોય છે.

બેસણું ઉઠમણું કે મોઢે જવું એવું ના કાંઈ હોય છે,

ફેસબુકની પોસ્ટમાં લાઈક કોમેન્ટ કરવાના હોય છે!

લાંબી યાદી ફેસબુક મિત્રોની જોઈ ફુલાતા હોય છે, 

બાકી ત્રાગા તો એમા પણ દિલ બારવાના હોય છે.

ના હોય કાંઈ લેવા દેવા તો પણ રીસાતા હોય છે,

લાઈક કોમેન્ટના વ્યવહાર જાળવવાનાં હોય છે.

કોણ સમજાવે 'સતીષ' જમાનાને કે કલ્પિત કરતાં,

સ્વગૃહે જ ચાર સબંધો સારા નિભાવવાના હોય છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational