Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

JEEL TRIVEDI

Inspirational

4  

JEEL TRIVEDI

Inspirational

સાથમાં

સાથમાં

1 min
23K


અમારી મજાના એ દિવસો,

અને વિતેલી મસ્તીની રાતો,

ઘણા આજે યાદ આવે કિસ્સા,

ઘણી અત્યારે યાદ આવે વાતો.


એ મિત્રો દોસ્તો યાર હતા,

એ લોકો તો પરિવાર હતા,

એમની માટે સવાર થતી,

એમની સાથે સાંજ જતી.


નાની મોટી વાતો પણ,

તેમની સાથે ખાસ થતી,

અમારો નાનો સરખો સંઘ હતો,

અને બધાનો અનેરો સંપ હતો.


કોઇ વાત કોઇથી છાની નો'તી,

ને કોઇની માટે એ નાની નો'તી,

કરતા લવારી પણ ધરાતા નહીં,

મશ્કરી કરતા પણ ભરાતા નહીં.


આજે સૌ સાથે પણ પાસે નથી,

ગયેલા દિવસો કેમ આજે નથી ?

વોટ્સએપ, ફેસબુકના કારણે,

બધા દોસ્તો છીએ એક તાંતણે.


કદાચ એ મસ્તી હવે ફરી નહીં થાય,

વીતી ગયેલા દિવસો કદી નહીં ભૂલાય.

અમારી મજાના એ દિવસો,

અને વિતેલી મસ્તીની રાતો.



Rate this content
Log in