સારથી
સારથી


આ કુરૂક્ષેત્રે એજ એક માત્ર સાચો મહારથી છે,
જે ખુદ ખુદના રથ પર બની બેઠો સારથી છે !
હું ખુદ મારો જ અહીં બનું ભવ્ય ભાગ્યવિધાતા,
મુજ કર્મથી મેં જ મારી તકદીર આરખી છે !
નથી થઈ શકતું અનુકરણ કદી કોઈનું,
ને તેથી જ તો રાહ મારી મેં જાતે જ પારખી છે !
ન હતો મોહ કદીયે મુજને આખા જંગલનો,
મારી દુનિયા તો આ એક લીલી લીલી ડાળખી છે !
ધર્મ, અર્થ, કામ ને મોક્ષ નામે અહીં ચાર અશ્વ,
હવે સારથી બની નિયંત્રણ એનું લાજમી છૅ !
લક્ષ જીવનનું વેધીએ સાક્ષી ભાવે ધ્યાનથી,
પ્રેમના તીર છોડી જાણે એ જ સાચો પારધી છે !
"પરમ" પ્રાર્થનામાં શબ્દો થયા સઘળાં ગૂમ,
"પાગલ" ખામોશી જ બની ગઈ હવે આરતી છે !