STORYMIRROR

Vrajlal Sapovadia

Inspirational

4  

Vrajlal Sapovadia

Inspirational

સાપેક્ષ નિરપેક્ષ

સાપેક્ષ નિરપેક્ષ

1 min
253

સમયનું વીતવું છે દરેકને માટે નિરપેક્ષ, 

જીવનનું વીતવું હોય બધા માટે સાપેક્ષ,


ખેડૂત પુત્ર એક વર્ષે એક વરસનો થાય, 

નોકરિયાતનો એવડો બાર મહિને થાય, 


મજુરના છોકરા ત્રણસોને પાંસઠ દિવસે,  

કલાકારના એક જ સાલમાં દિલમાં વસે, 


વિધવાના બાવન સપ્તાહ જાય જયારે, 

અમલદારના કુંવર ને સાહેબ કહે ત્યારે,  


સમયનું વીતવું છે નિરપેક્ષ દરેકને માટે, 

સુખ ને દુઃખ મળે છે સૌને એકમેકને સાટે. 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational