સામાન્ય
સામાન્ય
આમ ઘટના સામાન્ય લાગતી,
કોઈને નજર નથી આવતી,
થાકેલો માણસ રાતે સૂવે છે,
સવારે તાજો થઈને ઊઠે છે,
કુદરત પોતાનું કામ કરે,
કોઈને કાંઈ કહેવું ન પડે,
એક દાણો જમીનમાં વાવશો,
હજારો દાણા એમાંથી ઊગશે,
ઘટનાઓ આવી ઘણી બને છે,
જીવન તેનાથી તો જ ચાલે છે,
હું જ કરું છું એ ભાવ જ ખોટો,
અહીં થાય છે સમજનો તોટો.
