STORYMIRROR

Shabnam Khoja

Classics Romance

3  

Shabnam Khoja

Classics Romance

સાજન

સાજન

1 min
27.3K


કદમ્બ ડાળે સરવર પાળે સાંજ બનીને ઢળશું સાજન

એકલ-દોકલ સપનાને સથવારે તમને મળશું સાજન !

તારલીયાથી ટાંકી ચૂનર, રાતરાણીનાં બાંધ્યા ઘુંઘર,

જોઈ ચાંદો જાય લાજી, દેખાવું છે એટલું સુંદર.

રાધા થઈને, બંસી થઈને, હોઠે તારા ચડશું સાજન...

એકલ દોકલ...

ટહુકાઓનું ગીત લઈને, ચાતક જેવી પ્રીત લઈને,

રોમ-રોમથી ગહેકી ઊઠતાં શ્વાસોનું સંગીત લઈને. 

નદી ભળે જેમ દરિયા માંહે એમ જ તુજમાં ભળશું સાજન... 

એકલ દોકલ...


Rate this content
Log in

Similar gujarati poem from Classics