STORYMIRROR

Shabnam Khoja

Inspirational Romance Tragedy

3  

Shabnam Khoja

Inspirational Romance Tragedy

તને ખબર છે ?

તને ખબર છે ?

1 min
25.7K


તું ખૂબ જ કઠોર છે 

હર વખતે 

લાગણીસભર મનનાં 

ટુકડે - ટુકડા કરી નાખે છે 

એક વાક્ય માત્રથી !

પથ્થર સમો બની 

દ્રઢ હોવાનો ગર્વ લે છે,

ને હું 

અથડાઈ,

પટકાઈ,

સેંકડો પછડાટ ખાઈ,

નિર્મળ નદી શી વહેતી જાઉં છું... 

તારા હ્રદયને સ્પર્શવાની કોશિશ સાથે...

કદાચ ભીનાશ અવતરે

તુજ મહીં ...!

 

પણ ....તું બહુ કઠોર છે...!


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational