STORYMIRROR

Chaitanya Joshi

Inspirational Others

3  

Chaitanya Joshi

Inspirational Others

સાગર કિનારે

સાગર કિનારે

1 min
28K


મને સર્વસ્વ મળી ગયું સાગર કિનારે,

મન એમાં કેવું હળી ગયું સાગર કિનારે.


મબલખ પાઠ શીખવ્યા મોજાંએ મને,

નિરાશા સ્તર ટળી ગયું સાગર કિનારે.


અસ્ત થતા રવિએ નશ્વરતા કહી મને,

લાલિમાએ દ્રશ્ય ઢળી ગયું સાગર કિનારે.


નિજ નીડ ભણી જતાં વિહંગ શોભતાં,

આખરી મુકામ કળી ગયું સાગર કિનારે.


સંધ્યા ખીલી પૂરબહારે નભની ગરિમા,

કોઈ મને રખે સાંભળી ગયું સાગર કિનારે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational