સાધના કર તું મહેનત તણી
સાધના કર તું મહેનત તણી
માણસ તારા નસીબનો તું જ વિધાતા છે
કોઈ બીજોના તારા જીવનનો નિર્માતા છે
તું જ સાધક છે કરીલે, તું મહેનત તણી સાધના
માણસ તારા નસીબનો તું જ વિધાતા છે
તુજ તારો મિત્ર ને તારણહાર
મહેનત કરી અહીં, તુજ કર ઉધ્ધાર
મહેનત વિના મેળવવાની વૃત્તિ છોડી
તારી તમામ શકિત દે તું જોડી
કર્મ કર માનવ તું જ દાતા છે જીવનનો
માણસ તારા નસીબનો તું જ વિધાતા છે
દાવ પ્રપંચ છોડીને સત્યને માર્ગે ચાલ
સંજોગોને આધીન રહી જીવન જીવ
સુખ દુઃખ આવશે ને જશે પલમાં
તું સત્ય ન છોડ, વિજય થશે પલમાં
સાધના કર તું મહેનત તણી
ચમકશે તારા નસીબનો તાર
